હું તો ચાલી નીકળી હતી એકલા મુકીને
હું તો ચાલી નીકળી હતી એકલા મુકીને. જયારથી નવી વહુ ના પેટ માં નવ અવતાર ના પગલા પડે તે દિવસ થી ઘરના સૌ કોઈ ની નજર ફાટે નહિ એ પેટ ત્યાં સુધી વહુ પર મંડાયેલી રહે છે.એમાંયે પાછી સાસુ ની તો ખાસ. એમના માટે તો જાણે ત્રણ ત્રણ મહિના સુધી ખેતર માં એકલા પગે ઉભા રહીને પાકને પાણી પાયું હોય અને હવે ગંજ બજાર માં ભાવ ની રાહ જોતા હોય એમ રોજ દિવસો જતા હોય.અને આખર નો એ સમય જયારે આવે ત્યારે એ સાંભળી ને બધાય ના મોઢા ડબાક કરતા પડી જાય કે નવી વહુ એ તો છોકરીને જનમ આપ્યો છે. ઘણા ઘર માં તો મેં એવું પણ જોયું છે મિત્રો કે ઘરના બધા સભ્યો પ્રસુતિ ના સમયે સ્પેશિયલ ગાડી લઈને દવાખાને લઇ ગયા હોય અને દીકરી હોવાની જાણ થતા જ પોતાના જ ઘરના સભ્યો ઘડી લઈને ઘરે પાછા આવતા રહે છે. છેવટે પતિ એ તો બિચારા એ મો વકાસીને પણ વહુને ઘરે લાવવી પડે છે. ત્યારે કેહવાનું મન થાય છે મિત્રો કે,
પુરુષ પુરુષ ને પુરુષ........
જ્યાં જુઓ ત્યાં નજર પુરુષ ની , કદર પુરુષની ,
કહે છે પોતાની જગ્યા જાતે જ બનાવી દેવા ની જીવનમાં,
પણ જગ્યા નું એ સોપાન ભરવા માટે પણ જનમ તો લેવાદો યાર.
અરે ઈસ્ત્રી વગરના કપડા અને સ્ત્રી વગર ના સમાજ ની કલ્પના તો કરો યાર.
આમ , પૃથ્વી પર સૌભાગ્યે કોઈ દેવી અવતરી જાય છે. ત્યાર બાદ એના પ્રથમ ફ્રોક થી લઈને એની લગન ની ચુંદડી સુધી અને એની જિંદગીની પ્રથમ પેન્સિલ થી લઈને લગન ની કંકોત્રી ના ભાવ સુધી માં ભેદભાવ રાખવા માં આવે છે આપણા આ સમાજ માં. લડવા નો હક તો એના જન્મથી જ છીની લેવા માં આવે છે એવું કહીને કે છોકરી ના જીવ એ વધારે જીભાજોડી સારી ના કેહવાય. મિત્રો, છોકરો જયારે તરુણાવસ્થા માં આવે ત્યારે એની જરૂરિયાતો વધી જાય છે અને એની બધી જ જરૂરિયાતો ને પૂરી કરવા માં કોઈ જ કસર રાખવા માં આવતી નથી.એવો ડર રાખીને કે જો એને જોઈતી વસ્તુ નહિ મળે તો કંઇક આડું અવળું કરી બેસશે. જયારે છોકરી ???? એના વિષે તો એવો ડર પણ કોઈને નથી હોતો મિત્રો. એતો કેહ્શે કે જાય તો ઓછી થઇ. જયારે હકીકત માં તો તમે જ વિચારો ભાઈઓ કે તરુણાવસ્થામાં જરૂરિયાતો કોની વધે.?પણ જવાદો એ વાતને. દોસ્તો,પુરુષો માં તરુણાવસ્થા અને યુવાવસ્થા વચ્ચે નો ભેદ તુરંત જ દેખાઈ જાય છે જયારે સ્ત્રીઓ માં એવું નથી જોવાતું. એમાં તો ૧૫ વરસ ની થાય ત્યાર થી જ પિતાશ્રી માતાશ્રીને રસોડાના ખૂણા માં લઈ જઈને કડક માં કડક શબ્દો માં ચેતવી આવે કે ધ્યાન રાખજે છોડીનું , નાની નથી રહી હવે એ. ક્યાંક કાળું મોઢું કરી આવશે તો કુટુંબનું નાક કપાવશે. અરે ત્યાં તમે એ વાત તો કબુલ કરી જ નાખો છો કે તમારા ઘર નું નાક છોકરીના હાથમાં છે તો પછી એના એ જ હાથની સાચવણી કેમ નહિ? ત્યાર બાદ લગન ની ઉતાવળ અને પછી ઝટપટ સાસરે. કેહવાય છે કે જે વસ્તુ આપણી જોડે વધારે રેહવાની ના હોય ને એને આપણે બહુ જ પ્રેમથી રાખીએ છીએ. તો દીકરી પણ તો એમાંથી એક હોય છે ને. એ પણ તો પોતાના જીવન નો ત્રીજો ભાગ જ તમારા આંગણે ખુશી થી રેહવા માંગે છે તો એને એના ભાગ નું સુખ કેમ નહિ?